Home> Entertainment
Advertisement
Prev
Next

ICUમાં દાખલ કરાયેલા ઇરફાન ખાનનું મૃત્યુ, હાલમાં જ થયું હતું માતાનું પણ અવસાન

તાજેતરમાં 25 એપ્રિલે જ ઇરફાન ખાન (Irrfan Khan)ની મા સઇદા બેગમનું 95 વર્ષની વયે જયપુર ખાતે નિધન થઇ ગયું હતું.

ICUમાં દાખલ કરાયેલા ઇરફાન ખાનનું મૃત્યુ, હાલમાં જ થયું હતું માતાનું પણ અવસાન

મુંબઈ : બોલિવૂ઼ડ એક્ટર ઇરફાન ખાનનું 54 વર્ષની વયે અવસાન થયું છે. હાલમાં ઇરફાન (Irrfan Khan)ની તબિયત અચાનક બગડી જતાં તેમને મુંબઇ સ્થિત કોકિલાબેન હોસ્પિટલના આઇસીયુમાં દાખલ કરાયા હતા. લાંબા સમયથી ઇરફાનની કેન્સરની સારવાર ચાલી રહી હતી અને હાલમાં તેને કોલોન સંક્રમણ થયું હતું. તેમને ફિલ્મોમાં તેમના પ્રદાન બદલ પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.

fallbacks

તાજેતરમાં 25 એપ્રિલે જ ઇરફાન ખાન (Irrfan Khan)ની મા સઇદા બેગમનું 95 વર્ષની વયે જયપુર ખાતે નિધન થઇ ગયું હતું. તે સમયે આ સમાચાર આવ્યા હતા કે લોકડાઉનમાં ઘરથી દૂર હોવાના કારણે એક્ટરે વીડિયો કોન્ફ્રસિંગમાં માતાના અંતિમ દર્શન કર્યા હતા. એક્ટર ઇરફાન ખાન પોતાની સારવારનાં કારણે ઘણા દિવસો સુધી ફિલ્મોથી પણ દુર રહ્યા. જો કે લંડનમાં  ટ્રીટમેન્ટ લઈને પરત ફર્યા પછી તેમણે અંગ્રેઝી મીડિયમનું શુટિંગ પણ કર્યું હતું. આ ફિલ્મ આ વર્ષે માર્ચમાં રિલીઝ થઇ હતી, જેમાં ઇરફાનની સાથે રાધિકા મદાન અને અભિનેત્રી કરિના કપૂર મુખ્ય ભુમિકામાં જોવા મળ્યા હતા. 

ઇરફાન ખાનનું આખું નામ સાહબજાદે ઇરફાન અલી ખાન છે. તેના પિતા ટાયરનો બિઝનેસ કરતા હતા. ઇરફાન જયપુરના પઠાણ પરિવારનો હોવા છતાં નાનપણથી વેજિટિરિયન હતો એટલે તેના પિતા એમને હંમેશા એવું કહીને ચિડવતા હતા કે પઠાણ પરિવારમાં બ્રાહ્મણનો જન્મ થયો છે. તેણે જ્યારે એનએસડીમાં પ્રવેશ લીધો ત્યારે એમના પિતાનું અવસાન થઈ ગયું હતું. 23 ફેબ્રુઆરી,1995ના દિવસે ઇરફાને પોતાની ક્લાસમેટ સુતપા સિકંદર સાથે લગ્ન કરી લીધા. ઇરફાનના સ્ટ્રગલના દિવસોમાં સુતપાએ હંમેશા એમનો સાથ આપ્યો. ઇરફાને તો સુતપા સાથે લગ્ન કરવા ધર્મ પણ બદલવા તૈયાર હતા પણ એની જરૂર ન પડી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More